'અમૃતમ્' શ્રી નાથાલાલ હ.જોશી (ઇ.સ. ૧૯૨૦ થી ૨૦૧૩) દ્વારા લિખિત નવ ખંડોનો આધ્યાત્મિક ગ્રંથ છે. તેમનો જન્મ અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ગુજરાતના જૂનાગઢમાં થયેલો. તેમને તેમના ભક્તો ગુરુ તરીકે નહિ,પણ 'ભાઈ' તરીકે સંબોધતા
'અમૃતમ્' , જગદંબાની પ્રેરિત વાણીનું આલેખન છે. 'અમૃતમ્' માં વિવિધ ભાગો છે :
પ્રાસાદિક,પ્રેરણા, પ્રાર્થના અને અર્ચના.
ઇંદિરાબહેનને પૂજ્ય ભાઈએ પોતાનાં અલૌકિક આધ્યાત્મિક વારસદાર તરીકે તૈયાર કરેલ છે.
‘અમૃતમ્’ના હાર્દને લોકભોગ્ય સમજૂતીથી સમજાવવાનું દાક્ષિણ્ય પૂજ્ય ભાઈનાં સુપુત્રી ઇંદિરાબહેને 'અમૃતમ્-માધુરી' માં સુપેરે કર્યું છે. read less